Saurashtra University

Saurashtra University

સામાન્ય સૂચનાઓ

1 પ્રવેશ માટે એલીજીબીલીટી : વૈધાનિક કાઉન્સીલ સિવાયના પી.જી. અભ્યાસક્રમોમાં જો અન્ય વિશેષ જોગવાઈ થયેલ ન હોય તો પાસિંગ માર્ક્સ સુધી વિદ્યાર્થીઓને પ્રવેશ પાત્ર ગણવામાં આવશે. (તા. ૧૩/૦૫/૨૦૨૦ ની સીન્ડીકેટની સભાના ઠરાવ ક્રમાંક ૧૧ મુજબ) સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન ઓટોનોમસ કોલેજના વિદ્યાર્થીઓ પ્રવેશ માટે અરજી કરે તો તેવા વિદ્યાર્થીઓને જે-તે અભ્યાસક્રમ / વિષય માટે આવેલ કુલ અરજીઓ અને ઓટોનોમસ કોલેજની અરજીઓનું પ્રમાણ કાઢી કુલ સીટનાં મહતમ ૧૦% મર્યાદામાં પ્રવેશ આપવો. (દાત. ભવનમાં ૧૦૦ સીટ ભરવાની થતી હોય તે પૈકી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ફાળે ૮૫ સીટ આવતી હોય અને ઓટોનોમસ કોલેજના ૧૦ વિદ્યાર્થીઓની અરજી આવેલ હોય તો ૮૫ સીટના મહતમ ૧૦% મુજબ ઓટોનોમસ કોલેજના મહતમ ૦૮ વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકાય)
2 સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સિવાયની ગુજરાત રાજ્યની અન્ય યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓને ૧૦% અને ગુજરાત રાજ્ય સિવાયની યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓને ૫% બેઠકો ઉપર પ્રવેશ મળવાપાત્ર રહેશે.
3 અનુસ્નાતક ભવનમાં ચાલતા અભ્યાસક્રમોની વિગત, પ્રવેશ લાયકાત, ફી અંગેની વિગત, કુલ સીટની સંખ્યા, પ્રવેશ જાહેરાત, પ્રવેશ અંગેની સૂચનાઓ, પ્રવેશ માટેનું મેરીટ લીસ્ટ, પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓની માહિતી, પ્રતીક્ષા યાદી સહિતની તમામ માહિતી જે તે ભવનનાં નોટીસ બોર્ડ અને વેબસાઈટ પર પ્રસિધ્ધ કરવામાં આવશે.
4 ડીગ્રી અભ્યાસક્રમનાં પાંચમા અને છઠ્ઠા સેમેસ્ટર (અંતિમ બે સેમેસ્ટર્સ / અંતિમ વર્ષ) ના ગુણપત્રકોમાં યુનિવર્સિટી દ્વારા લેવામાં આવતી થીયરી પેપર્સની પરીક્ષાના કુલ ગુણો (આંતરિક ગુનો અને પ્રાયોગિક ગુણ સિવાય)માંથી ઉમેદવારે મેળવેલ ગુણોના આધારે પ્રવેશ માટે મેરીટ યાદી તૈયાર કરવામાં આવશે.
5
 1. વિદ્યાર્થીઓને પ્રવેશ મેરીટનાં આધારે જ ઈન્ટેકની મર્યાદામાં આપવામાં આવશે.
 2. મેરીટ અનુસાર યાદીમાં નામ આવવાથી પ્રવેશ ફાઈનલ થતો નથી આગળનાં મેરીટ ધરાવનાર કેટલા વિદ્યાર્થી પ્રવેશ લે છે તેના ઉપર પ્રવેશ મળવાનો આધાર રહેશે.
 3. નિયત તારીખે ફી નહી ભરનારનો પ્રવેશ પર કોઈ અધિકાર રહેશે નહી, આ બાબતે વાંધા-વિરોધ-વિવાદ સાંભળવામાં આવશે નહિ.
 4. પ્રવેશ માટે કોઈ પણ એજન્ટ / મધ્યસ્થી સાથે વિદ્યાર્થીએ નાણાકીય વ્યવહાર કરવાનો રહેશે નહી અન્યથા અરજી ફોર્મ રદ કરવામાં આવશે.
 5. અનામત કક્ષાનાં વિધાર્થીઓએ જાતિના પ્રમાણપત્રની નકલ સાથે અરજી કરવાની રહેશે (સરકારશ્રીનાં નિયમોનુસારનું પ્રમાણપત્ર)
  • SEBCના વિદ્યાર્થીઓએ સક્ષમ અધિકારીશ્રી દ્વારા આપવામાં આવેલ નિયત મુદત મુજબ નોન-ક્રીમીલેયર સર્ટીફીકેટની નકલ પ્રવેશ ફોર્મ સાથે જોડવી ફરજિયાત છે અન્યથા આવા વિદ્યાર્થીને અનામતનો લાભ મળવાપાત્ર થશે નહી.
  • આર્થિક રીતે નબળા વર્ગોના વિદ્યાર્થીઓએ સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલ સર્ટીફીકેટની (સરકારશ્રીના નિયમો મુજબ લેટેસ્ટ સર્ટીફિકેટ રજુ કરવાનું રહેશે.) નકલ પ્રવેશ ફોર્મ સાથે જોડવી ફરજીયાત છે અન્યથા આવા વિદ્યાર્થીને અનામતનો લાભ મળવાપાત્ર થશે નહી.
  • પ્રવેશ શીડ્યુલમાં નક્કી કરાયા મુજબ ઓપન મેરીટની યાદીમાં, ગુણવત્તાનાં ધોરણે આવતા તમામ વિદ્યાર્થીઓનો સમાવેશ કર્યા બાદ જ અનામત કક્ષામાં આવતા વિદ્યાર્થીઓની મેરીટ યાદી જાહેર કરવામાં આવશે. ઓપન મેરીટમાં આવતા વિદ્યાર્થીઓને અનામત યાદીમાં સમાવામા આવશે નહિ.
   કેટેગરી પ્રમાણ
   (અ) અનુસુચિત જાતિ ૦૭%
   (બ) અનુસુચિત જનજાતિ ૧૫%
   (ક) સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ ૨૭%
   (ડ) આર્થિક રીતે નબળા વર્ગો ૧૦%
   (ગ) વિકલાંગ (તમામ કક્ષામાં સમાવિષ્ટ) ૦૫%
   Special Provision for Concession for the wards of kashmiri migrant (MHRD Letter No.3-1/2012 NER-Dated:7th March 2013.
   1. Relaxation in CUT OFF percentage up to 10% subject to minimum eligibility requirement
   2. Increase in intake capacity up to 5% course-wise.
   3. Reservation of at least one seat in merit quota in technical/professional institution.
   4. Waiving of domicile requirements.
6 સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિસ્તારની કોલેજોમાં સ્નાતક થયેલ હોય તે સિવાયનાં અન્ય યુનિવર્સિટીઓનાં વિદ્યાર્થીઓને કોઇપણ સંજોગોમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં પ્રોવિઝનલ એલીજીબીલીટી સર્ટીફીકેટ (P.E.C) સિવાય પ્રવેશ આપવાનો રહેશે નહિ. (જે વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે તેઓએ P.E.C આપવાનું રહેશે)
7 એક વખત વિદ્યાર્થીએ જે વિષય સાથે અનુસ્નાતક પદવી મેળવી હોય તે જ વિષય સાથે ફરીથી તે અભ્યાસકરી શકશે નહી.
8 યુનિવર્સિટીમાં એન્ટી રેગીંગનાં નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવે છે જો કોઈ વિદ્યાર્થી રેગીંગ કરતા પકડાશે તો તેનો પ્રવેશ રદ કરવામાં આવશે.
9 For any kind of technical queries, kindly contact at Email: admission@sauuni.ac.in. Do mention your Reg. Code, Full Name, Registered Mobile Number, and Registered Email Address in your email.
કોઈપણ પ્રકારના માર્ગદર્શન માટે admission@sauuni.ac.in ઉપર ઈમેઈલ કરવાનો રહેશે. જેમાં રજિસ્ટર્ડ કોડ, નામ, રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અને રજિસ્ટર્ડ ઈમેઈલ જરૂરથી દર્શાવવો.

Steps for Online Registration:

 • Step 1: Online Registration
 • Step 2: Verification of email address
 • Step 3: Payment of Application Fees (Rs. 160/-)
 • Step 4: Filling Application form
 • Step 5: Uploading necessary documents.
 • Step 6: Print out of the application.


Proceed for Registration 

© 2022; Saurashtra University. All Rights Reserved